ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં પોપટીયા ફાર્મ હાઉસ પાછળના ભાગમાં પટેલ યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં અરજણનગર વિસ્તારમાં રહેતાં અરવિંદભાઈ અરજણભાઈ સભાડિયા (ઉ.વ.36) નામના પટેલ યુવાને ગુરૂવારે સાંજના સમયે પોપટીયા ફાર્મ હાઉસ પાછળના વિસ્તારમાં અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ લલીતભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.