જામનગરની જી જી હોસ્પિટલ માં સુવિધાને લઇ અનેક સમસ્યા નો લોકો સામનો કરતાં રહેતા હોય છે. જીવતા લોકોને ખૂબ જ જરૂરી એમ.આર.આઈ મશીન હોય કે પછી માણસ મૃત્યુ પામે પછી કોલ્ડસ્ટોરેજના ફ્રીજ હોય તમામ સુવિધાઓના અભાવ ને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં જામનગરની જી જી હોસ્પિટલમાં મડદાઘરમાં મૃતદેહો રાખવા માટે ફ્રીજ બંધ હાલતમાં છે. જામનગરની જી જી હોસ્પિટલમાં કુલ 5 કોલ્ડ સ્ટોરેજ ફ્રીજ આવેલા છે જેની એક ફ્રીજની ક્ષમતા કુલ 6 મૃતદેહો રાખવાની છે. પરંતુ હાલ પાંચ પૈકીના 3 ફ્રીઝ બંધ પડ્યા છે. જેને લઇ બિનવારસુ મૃતદેહો સાચવવા માં મુશ્કેલી છે.