જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં ઇલેકટ્રીકનો પોલ પર વાયર બાંધવા જતાં પોલ તૂટીને નીચે પટકાતા શ્રમિક યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના અલવર જિલ્લાના ખકાવાલ્યાનનો વતની અને યોગેશભાઈ બચુરામ શેન (ઉ.વ.23) નામનો યુવક ગત તા.1 ફેબુ્રઆરીના રોજ ચાંપાબેરાજા ગામમાં ગ્રામ પંચાયત સામે ઈલેકટ્રીક પોલ ઉપર વાયર બાંધવા મજૂરી કામ કરતો હતો તે દરમિયાન અચાનક પોલ તૂટી જતાં પોલની સાથે નીચે પટકાતા યોગેશને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું લાંબી સારવાર બાદ બુધવારે સાંજે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિરાલાલ બચુરામ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.