Sunday, December 29, 2024
Homeરાષ્ટ્રીયકુંભકર્ણ વર્ષમાં 6 મહિના સુઈ રહેતા, પરંતુ પુરખારામ એક વર્ષમાં 300 દિવસ...

કુંભકર્ણ વર્ષમાં 6 મહિના સુઈ રહેતા, પરંતુ પુરખારામ એક વર્ષમાં 300 દિવસ સુઈ રહે છે

- Advertisement -

રામાયણના કુંભકર્ણનું નામ તો તમે સાંભળ્યું જ હશે. પણ કળયુગમાં આવા જ એક વ્યક્તિ છે. જે છે રાજસ્થાનના પુરખારામ. જે કળયુગના કુંભકર્ણ છે. 42 વર્ષના પુરખારામ વર્ષમાં 300 દિવસ સુઈ રહે છે અને સતત 25 દિવસ સુધી ઉઠતા જ નથી.

- Advertisement -

રાજસ્થાનના નાગૌર જીલ્લામાં રહેતા 42 વર્ષીય પુરખારામ 365 દિવસ માંથી 300 દિવસ સુઈ રહે છે. તેઓ ઊંઘમાં જ જમે છે, પાણી પીવે છે અને સ્નાન પણ કરે છે. પરંતુ ડોકટરોના જણાવ્યા મુજબ પુરખારામ છેલ્લા ઘણા વર્ષોથી એક્સેસ હાયપરસોમ્નિયાનો શિકાર બન્યા છે. આ બીમારીના પણ સંખ્યાબંધ પ્રકાર છે.  તેમની આ બીમારીની શરુઆત 23 વર્ષ પહેલા થઈ હતી. તેઓ શરુઆતમાં પાંચ થી સાત દિવસ સતત સુઈ રહેતા હતા. એ પછી બીમારીની અસર વધતી જ રહી છે અને હવે તેઓ સતત 25 દિવસ સુઈ રહે છે. પરિવારજનોએ તેમને જગાડવા માટે ભારે મહેનત કરવી પડે છે.

નાગૌર જીલ્લાના ભાદવા ગામે રહેતા પુરખારામ કરીયાણાની દુકાન ચલાવે છે અને પોતાની આ બીમારીના પરિણામે તેઓ વર્ષમાં માત્ર થોડાક જ દિવસ દુકાન ખોલી શકે છે. તેમના પરિવારજનો ગમે તેટલી કોશિશ કરે તો પણ તેઓ જાગતા નથી. અને જમવાનું આપે તો પણ તેઓ સુતા સુતા જ જમે છે. ગત રવિવારે પુરખારામને તેની પત્નીએ જગાડવાની કોશિશ કરી તો તેઓ ઉઠ્યા અને પોતાની દુકાન ખોલી. પુરખારામનું પણ આ અંગે કહેવું છે કે હું પણ અ બીમારીથી પરેશાન છું. દવાઓ ખાઈને હવે તેઓ થાકી ચુક્યા છે. પરંતુ ડોકટરોના જણાવ્યા અનુસાર આ બીમારીનો સમયસર ઈલાજ કરવામાં આવે તો સંભવ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular