જામનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વસહાય જૂથ કાર્યરત છે જેમાં શરૂ સેક્શન રોડ ખાતે ‘ક્રિષ્ના સ્વસહાય’ જૂથના બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી ઊડીને આંખે વળગે તેવી છે.
જામનગર મહાનગર પાલિકાના યૂસીડી વિભાગ અંતર્ગત સરકારના જી.યુ.એલ.એમ. વિભાગ હેઠળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બહેનો દ્વારા સ્વસહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છે સ્વસહાય જૂથની રચના કરી બહેનો આર્થિક રીતે પગભર બને છે, જેમાં શરૂસેક્શન રોડ પર કલેકટર કચેરી ખાતે ક્રિષ્ના સ્વસહાય જૂથના બહેનો દ્વારા કેન્ટીનનું સંચાલન કરવામા આવે છે, જેમા નિયમિતપણે જૂથના બહેનો અવનવી ગરમાગરમ વાનગીઓ તૈયાર કરીને મોકલી આપે છે જેના થકી આ બહેનો આર્થિક રીતે પગભર બનેલ છે, આ જૂથના બહેનો જણાવે છે કે અમે નિયમિત ગરમ વાનગીઓ બનાવી અહીં આવનારા ગ્રાહકોને પીરસીએ છીએ, તેમજ નિયમિત બપોરે ગુજરાતી થાળી અને દિવસ દરમિયાન ચા- કોફી નાસ્તો પહોંચાડી આર્થિક પગભર બનેલ છે.
ક્રિષ્ના સ્વ સહાય જૂથનું સંચાલન પ્રમુખ હેમાબેન ભગત અને ઉપપ્રમુખ રીટાબેન માંડલિયા દ્વારા કરવામાં આવે છે તેઓ દ્વારા નિયમિત બહેનોને જાણ કરવામાં આવે છે કે અવનવી વાનગીઓ કેવી રીતે બનાવવી નાસ્તા માં ઉપયોગમાં લેવાતી વાનગીઓ અહીં પહોંચતી કેવી રીતે કરવી સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે, તેઓ જણાવે છે કે અમારા સ્વસહાય જૂથમાં બહેનો જોડાયેલી છે જેઓ અમારી સાથે જોડાયા બાદ તેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી છે.
આ સ્વસહાય જૂથ દ્વારા કલેકટર કચેરી શરૂસ એક્શન રોડ કેન્ટીનનો કરાર છેલ્લા બે વર્ષ થી કાર્યરત છે અને અત્રેની યૂસીડી શાખાના પ્રોજેક્ટ ઓફિસર તથા લગત મેનેજર દ્વારા પણ આ સ્વસહાય જૂથના બહેનો સાથે મીટીંગ કરેલ છે અને તેમની સારી કામગીરીના આધારે કરાર રીન્યુ કરવા પણ કલેકટર કચેરીને હકારાત્મક અભિપ્રાય મોકલી આપેલ છે.