Wednesday, February 25, 2026
Homeરાજ્યજામનગરજામનગરના કૃષ્ણભકતે આંખે પાટા બાંધી પગપાળા દ્વારકા યાત્રા સંપન્ન

જામનગરના કૃષ્ણભકતે આંખે પાટા બાંધી પગપાળા દ્વારકા યાત્રા સંપન્ન

‘બાકી તો બધુયે ખોટું, એક તારો મારગ હાચો’ કરોડો સનાતનધર્મીઓની આસ્થાના પ્રતિકસમા દ્વારકાધીશ મંદિરે દર વર્ષે લાખો ભાવિકો ઠાકોરજીને માથુ ટેકવવા આવતા હોય છે. આ વખતના ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા હજારો ભાવિકો દ્વારકા આવવા પગપાળા નિકળી પડ્યા છે. ત્યારે બોટાદના સંજયની જેમ જામનગરના કૃષ્ણભકતે આજથી ત્રણ દિવસ પૂર્વે આંખે પાટા બાંધી, દ્વારકા યાત્રાધામની પગપાળા યાત્રા શરૂ કરી હતી. દિવસોની પદયાત્રા બાદ ગઈકાલે મંગળવારે દ્વારકા યાત્રાધામ પહોંચી કાનદાસ બાપૂના આશ્રમથી આંખે સાથે હાથ જોડી શરીર આળોટીને જગતમંદિર સુધીની યાત્રા સંપન્ન કરી હતી.

- Advertisement -

તેમની સહયોગી પરિવારજનો અને મિત્રમંડળના સથવારે દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીના દરબારમાં પહોંચી શ્રીજીના દર્શન કરી, આ કઠોર તપસ્યા સમાન અનોખી પદયાત્રા પૂર્ણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular