જામનગર એરફોર્સ રન-વે પર આજે કોરિયા એરફોર્સના વિમાનોનું લેન્ડીંગ થયું હતું. કોરિયાની 31 ટૂકડીઓ જાન્યુઆરીથી ફેબુ્રઆરી સુધીના વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા સાઉદી અરેબિયા જતા હતા ત્યારે જામનગર એરફોર્સ પર ટૂંકુ ઉતરાણ કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર એરફોર્સનું મહત્ત્વ દેશની સુરક્ષા વ્યવસ્થા માટે ઘણું અગત્યનું છે. યુદ્ધના સમયે જામનગર એરફોર્સની ભૂમિકા મહત્ત્વની બની રહેતી હોય છે. ત્યારે આ એરફોર્સ પર આજે કોરિયા રિપબ્લિક એરફોર્સ ટૂકડીના વિમાનોને જામનગરના એરફોર્સ પર ટૂંકા રોકાણ માટેની પરમીશન આપવામાં આવી હતી. કોરિયા એરફોર્સના બ્લેક ઇગલ્સ એરોબેટિક ટીમના 9 ટી-50બી વિમાન અને એક સી-130 વિમાનનું લેન્ડીંગ થયું હતું. આ કોરિયન વિમાનો માટે કસ્ટમ અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પણ ઉપસ્થિત રહ્યું હતું.
કોરિયાની 31 ટૂકડીઓ જાન્યુઆરથી ફેબ્રુઆરી સુધી યોજાનારા વર્લ્ડ ડિફેન્સ શો 2026માં ભાગ લેવા માટે સાઉદી અરેબિયા જતા હતા. આ ટૂકડીઓએ સાઉદી અરેબિયા જતા સમયે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું.


