ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા વિજય ભીખાભાઈ ભુંડીયા નામના 24 વર્ષના શખ્સને તેની અર્ટીગા મોટરકારમાં બે બોટલ વિદેશી દારૂ લઈને નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે કાર, મોબાઈલ અને દારૂ સહિત કુલ રૂપિયા 3,05,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે આ જ ગામના મુકેશ ભીખાભાઈ ભરવાડનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય એક પ્રકરણમાં ખંભાળિયા પોલીસે અહીંની મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા કિશોર ઉર્ફે કેવિન વીરજીભાઈ કણજારીયા નામના 35 વર્ષના શખ્સને રૂપિયા 14,800 ની કિંમતની વિદેશી દારૂની 37 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે મોબાઈલ સહિત રૂપિયા 19,800 ના મુદ્દામાલ કબ્જે લીધો છે. આ પ્રકરણમાં પણ સપ્લાયર તરીકે મુકેશ ભીખાભાઈ ભરવાડનું નામ ખુલવા પામ્યું છે.
આ ઉપરાંત ખંભાળિયાની શિવમ સોસાયટી વિસ્તારમાં રહેતા કિરીટ કાનદાસ ગોંડલીયા નામના 35 વર્ષના શખ્સ પાસેથી પોલીસે વિદેશી દારૂની એક બોટલ તથા મોબાઈલ ફોન કબજે કર્યા બાદ આ દારૂ તેણે અત્રે ભરવાડ પાડો વિસ્તારમાં રહેતા તેજા હાજા ચૌહાણ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હતું.
જે અંગેની તપાસમાં પોલીસે અહીંના સલાયા ગેઈટ ખાતે ભરવાડ પાડો વિસ્તારમાં રહેતા તેજા હાજા ચૌહાણ નામના 30 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની 13 બોટલ સહિત કુલ રૂપિયા 10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં દેવશી ખોડા ભરવાડ (રહે. માંજા)ને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.