આજની આધુનિક જીવનશૈલી અને વ્યસ્તતા અને દોડાદોડીના કારણે 35 થી 40 વર્ષની ઉંમરમાં અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. આ ઉમરે હૃદય, લીવર અને કિડની જેવા મહત્વના અંગો પર અસર પડી શકે છે. તબીબી નિષ્ણાંતો એ આ અવસ્થા માટે જેને અપનાવીને તમે આરોગ્યમંદ રહી શકો છો. તો ચાલો જાણીએ આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા આ અંગે શું કહે છે..
- હૃદયની તંદુરસ્તી માટે આ ઉમરમાં હૃદયના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. હૃદય રોગના લક્ષણો કે કોલેસ્ટ્રોલ વધારે હોવા પર નિયમિત હર્ટ ચેકઅપ કરાવવો જોઇએ. કોલેસ્ટ્રોલ ટેસ્ટીંગ એકસરે અને ઈકો કાર્ડીઅક પરીક્ષણ કરાવવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ સુધી સમય પર પહોંચવામાાં મદદ મળે છે.
- બ્લડપ્રેશર અને ડાયબિટીસનું ધ્યાન રાખવું: બ્લડપ્રશેર અને ડાયાબિટીસ ની સમસ્યા આ ઉમરે સામાન્ય થઈ શકે છે. જો તેમને બાહ્ય લક્ષણો દેખાય કે આરોગ્યમાં કોઇ ફેરફાર થાય તો સમયસર બ્લડસુગર અને બ્લડપ્રેશર ચેક કરાવવો ખૂબ જરૂરી છે.
- હાડકાની મજબુતી : 35 થી 40 વર્ષની ઉમરમાં હાડકાની મજબુતી ઘટી શકે છે. જેના કારણે ફેકચરનો ખચરો વધી શકે છે. હાડકા મજબુતી માટે કેલ્શિયમ અને વિટામિન ડી નો અભાવ થતો હોય છે. યોગ્ય આહાર, સુર્યપ્રકાશ અને દવાઓ સાથે તેને પુરી કરી શકાય છે.
- માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન: આ ઉંમરે લોકોમાં માનસિક તણાવ અને ચિંતા સામાન્ય બની શકે છે. માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ 30 મિનિટ હળવી કસરત, યોગ કરવાદથી મદદ મળી શકે છે. રોજીંદી જીવનશૈલીમાં તણાવથી બચવું અને આરામ આપતી પ્રવૃત્તિઓમાં સામેર થવું મહત્વપૂર્ણ છે.
- ખોરાક અને જીવનશૈલી : ફાસ્ટફુડ અને પ્રોસેસ્ડ ખોરાકના બદલે તાજા ફળો શાકભાજી, કઠોળ અને ઓછી ચરબીવાળા પ્રોટીન આપતા આહારો લેવા પર ધ્યાન આપવું જરૂરી છે.
આમ, ઉમરના આ એક પડાવ પર પહોંચ્યા બાદ સૌ પ્રથમ મહત્વ શરીરને તેમજ સ્વાસ્થ્યને આપવું જરૂરી છે.