Saturday, December 6, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસચાંદીપુર વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

ચાંદીપુર વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

હાલમાં ગુજરાત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12 બાળકો સંક્રમિત થઈ ચૂકયા છે ત્યારે ઝડપથી ફેલાતા આ રોગના લક્ષણો થવાના કારણો અને બચવાના ઉપાયો જાણો.

- Advertisement -

ચાંદીપુર વાયરસએ સેન્ડફલાય (માટીની માખી) દ્વારા ફેલાય છે. જેના લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલટી, ખેંચ આવવી અને અર્ધબેભાન કે બેભાન થઈ જવું સામાન્યત: જોવા મળે છે. તે સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોને થવાની સંભાવના છે. જો આવા ચિન્હો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરતી ટવીટ કરી છે ત્યારે રાજ્યના નાગરિકોને આ વાયરસ પ્રત્યે જાગૃત્તતા આવે તે જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular