Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમૃત બાળકને ચુંબન કરીને “ઉઠી જા મારા લાડલા” બોલતી રહી મા... અને...

મૃત બાળકને ચુંબન કરીને “ઉઠી જા મારા લાડલા” બોલતી રહી મા… અને ભગવાન પણ મમતા સામે ઝૂક્યા

- Advertisement -

હરિયાણાના બહાદુરગઢ માંથી ચોંકાવનારી પણ ચમત્કારિક ઘટના સામે આવી છે. અહીં એક બાળકને 20 દિવસ અગાઉ ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. છતાં પણ બાળકના શ્વાસ માટે તેની માતા પ્રાર્થના કરી રહી હતી અને બાળક ફરીથી શ્વાસ લેવા લાગ્યો જે એક ચમત્કારથી ઓછુ નથી.

- Advertisement -

બહાદુરમાં રહેતા હિતેશભાઈ અને તેમના પત્ની જહાન્વીએ જણાવ્યું હતું કે તેમના પુત્રને ટાઇફોઇડ થઈ ગયો હતો. તેને સારવાર માટે દિલ્હી લઈ ગયા હતા. 26 મેના રોજ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેઓ તેનું શબ લઈને બહાદુરગઢ ચાલ્યા ગયા. છતાં પણ મૃત બાળકને માથામાં ચુંબન કરીને તેની માતા ઉઠી જા મારા બેટા, ઉઠી જા મારા લાડલા બોલતી રહી અને અચાનક જ ચમત્કાર થયો અને  બાળકે શ્વાસ લેવાનું શરુ કરી દીધું તે જોઈને પરિવારના લોકો તેને હોસ્પિટલ લઇ ગયા અને ડોકટરોએ કહ્યું કે બાળકને બચાવવાની 15% જ આશા છે. ત્યારે પરિવારે ડોકટરોને બાળકની સારવાર શરુ કરવાનું કહ્યું અને ડોકટરોએ સારવાર કરી અને બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયું અને મંગળવારે ઘરે પહોચ્યો.

બાળકના દાદા એ જણાવ્યું હતું કે તેને મૃત જાહેર કરાતા શબને આખી રાત રાખવા માટે બરફ અને સવારે દફનાવવા માટે મીઠાની વ્યવસ્થા કરી હતી. મોહલ્લાવાળાને સવારે સ્માશાન ઘાટ પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાંશબમાં હલનચલન અનુભવાઈ હતી. એ પછી પિતા હિતેશે બાળકનો ચહેરો ચાદરના પેકિંગથી બહાર કાઢ્યો અને તેને મોઢા વડે શ્વાસ આપવા લાગ્યા હતા અને હોસ્પિટલ ખસેડ્યો હતો અને મૃત બાળકમાં જીવ આવતા સૌ કોઈ અચંબામાં છે. આ વાતને ખરેખર ચમત્કાર જ કહી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular