Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસુશાસનના પાંચ વર્ષ અંતર્ગત કાલે થશે કિસાન સન્માન દિવસની ઉજવણી

સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત કાલે થશે કિસાન સન્માન દિવસની ઉજવણી

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે

- Advertisement -

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તા.1 થી 9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.

જે અંતર્ગત જામનગર જિલ્લામાં કાર્યક્રમના પાંચમાં દિવસે એટલે કે તા.05/08/2021ના રોજ ‘કિસાન સન્માન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેમાં ‘કિસાન સન્માન દિવસ’નો મુખ્ય કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના ફલ્લા ખાતે યોજાશે તેમજ લાલપુર તાલુકાના સાયકલોન સેન્ટર, ઝાંખર, ધ્રોલ તાલુકામાં પટેલ સમાજ, મું વાંકિયા, એ.પી.એમ.સી.જામજોધપુર, એ.પી.એમ.સી. કાલાવડ ખાતે સવારે 10:00 કલાકે આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળો પરથી કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ અને ગાય નિભાવ સહાય યોજના, કાંટાળી તારની વાડ બનાવવા માટેની સહાય યોજના, વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પૂરા પાડવાની યોજના, સ્માર્ટ હેન્ડલટુલ કીટ યોજના, કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો/ હુકમો/ કીટ અર્પણ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત તમામ સ્થળોએથી જીવંત પ્રસારણ કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular