Saturday, April 11, 2026
Homeરાજ્યહાલારશાપરના પાટિયા પાસેથી શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ

શાપરના પાટિયા પાસેથી શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ

જામનગર તાલુકાના શાપર ગામના પાટિયા પાસેના વિસ્તારમાં રહેતાં મઘ્યપ્રદેશના વતની યુવાનની સગીર પુત્રીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયાના બનાવમાં પોલીસે સગીરાની શોધખોળ આરંભ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના અમજર ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના શાપર ગામના પાટિયા પાસે જીવીઆઇ કોલોનીમાં રહેતા અને મજૂરીકામ કરતાં પ્રેમસિંહ ઝીતરાભાઇ ચુડાવદિયા નામના યુવાનની સગીરા પુત્રી મિત્તલ (ઉ.વ. 15) મધ્યમ બાંધાની, ઘઉંવર્ણી, 4 ફુટ ઊંચાઇ ધરાવતી કાળા ગુલાબી ડિઝાઇનવાળો ડ્રેસ તથા કાળા કલરની લેગીંન્સ પહેરેલી તરૂણી ગત્ તા. 23 માર્ચના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં તેના ઘરેથી લાપત્તા થઇ ગઇ હતી. 15 વર્ષ 8 માસની ઉંમર ધરાવતી સગીરાનું અપહરણ થયાની આશંકાએ પરિવારજનો દ્વારા શોધખોળ કરાયા બાદ પત્તો ન લાગતાં સગીરાના પિતા દ્વારા પોલીસમાં જાણ કરાતા સિક્કા પીઆઇ ડી. બી. પટેલ તથા સ્ટાફએ અપહરણ થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular