જામનગર જિલ્લાના મેઘપર વિસ્તારમાં તરૂણીનું અપહરણ કર્યાના બનાવમાં પોલીસે મધ્યપ્રદેશના શખ્સ સામે તરૂણીને તેના વતનમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રહેતી તરૂણીનું અપહરણ કરાયાના બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ આરંભી હતી. જેમાં હેકો યશપાલસિંહ જેઠવા, પો.કો. બ્રિજરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ બી બી કોડીયાતર, હેકો જશપાલસિંહ જેઠવા, બ્રિજરાજસિંહ વી. જાડેજા, પો.કો. બ્રિજરાજસિંહ સી.જાડેજા અને ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે ફોન ડીટેઇલના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સીરોદ ગામના ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મીન ધુમાભાઇ વસુનિયા અને તરૂણીને સીરોદામાંથી ઝડપી લઈ બંનેેને જામનગર લઇ આવ્યા હતાં અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.