Monday, April 13, 2026
Homeરાજ્યજામનગરખાણ પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો - VIDEO

ખાણ પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ સપ્તાહનો સમાપન સમારોહ યોજાયો – VIDEO

33મો ખાણ પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ (MEMC) સપ્તાહ, 2025-26નો સમાપન દિવસ તથા પુરસ્કાર વિતરણ સમારોહ તા. 12 એપ્રિલના રોજ સેવન સિઝન્સ રિસોર્ટ, જામનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ ભારતીય ખાણ બ્યૂરો (IBM), ગાંધીનગર ક્ષેત્રના તત્વાવધાન હેઠળ યોજાયો હતો તથા તેનો આત્થિયાર દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ દ્વારા આપવામાં આવ્યો હતો.

- Advertisement -

કાર્યક્રમમાં ભારતીય ખાણ બ્યુરો, નાગપુરના કંટ્રોલર જનરલ પંકજ કુલશ્રેષ્ઠ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અભય અગ્રવાલ, ક્ધટ્રોલર ઓફ માઇન્સ, નોર્થ ઝોન, ઉદયપુર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતામ ડો. નરેશ કટારિયા, રિજનલ ક્ધટ્રોલર ઓફ માઇન્સ, IBM, ગાંધીનગર ક્ષેત્ર સહિત IBMના અન્ય અધિકારીઓ, કંપનીના પ્રતિનિધિઓ તેમજ ગાંધીનગર ક્ષેત્રની વિવિધ ભાગ લેનાર ખાણોના માલિકો, મેનેજરો અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડના પ્રતિનિધિઓ – સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. ગિરીશ મહેતા દ્વારા તમામ મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુરેશ મહેરએ સભાને સંબોધિત કરી હતી. મનીષ ઉપાધ્યાય, સિનિયર જનરલ મેનેજર (માઇન્સ) અને કાર્યક્રમ સચિવ દ્વારા MEMC સપ્તાહની પ્રવૃત્તિઓનું વિગતવાર વર્ણન રજૂ કરવામાં આવ્યું હતું. અંતમાં વિકાસ કુમાર, મુખ્ય નાણાં અધિકારી દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી હતી.

- Advertisement -

MEMC સપ્તાહનો હેતુ વૈજ્ઞાનિક અને સ્થિર ખનનને પ્રોત્સાહન આપવો, પર્યાવરણનું સંરક્ષણ કરવું, ખનિજ સંરક્ષણને મજબૂત બનાવવું અને ખનન ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવાનું છે. સપ્તાહ દરમિયાન ટેકનિકલ સ્પર્ધાઓ, જાગૃતિ કાર્યક્રમો, પ્રદર્શન અને ખાણોની તપાસ અને મૂલ્યાંકન જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના દ્વારા જવાબદાર ખનનને પ્રોત્સાહન મળ્યું હતું.

મુખ્ય અતિથિ પંકજ કુલશ્રેષ્ઠએ પોતાના સંબોધનમાં સ્થિર ખનન, પર્યાવરણ સંરક્ષણ અને ખનિજોના કાર્યક્ષમ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતમાં જવાબદાર અને ભવિષ્યમુખી ખનનના દ્રષ્ટિકોણને સિદ્ધ કરવા માટે આ બાબતોની અગત્યતા દર્શાવી હતી તથા ભાગ લેનાર ખાણોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

- Advertisement -

આ પ્રસંગે વિવિધ શ્રેણીઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ખાણોને તેમના પ્રદર્શનના આધારે પુરસ્કારો અને સન્માન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય ખાણ બ્યુરો, ભાગ લેનાર ખાણો, આયોજનકર્તાઓ તથા તમામ મહાનુભાવોના સહકાર અને સમર્થન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બધાના સહયોગથી 33મો MEMC સપ્તાહ, 2025-’26 સફળતાપૂર્વક અને ભવ્ય રીતે પૂર્ણ થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular