Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા યાર્ડના ચેરમેને આરસી ફળદુ વિરોધના નિવેદનોને વખોડી કાઢયાં

ખંભાળિયા યાર્ડના ચેરમેને આરસી ફળદુ વિરોધના નિવેદનોને વખોડી કાઢયાં

- Advertisement -

ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન કૃષિમંત્રી આર.સી. ફળદુના વિરોધમાં સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી અચોક્કસ તત્વો દ્વારા કરવામાં આવેલા વાહિયાત આક્ષેપોને ધૃણાસ્પદ ગણાવી, ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણીઓ અને યાર્ડના ચેરમેન પી.એસ. જાડેજાએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. રાજ્યના સિનિયર નેતા અને કૃષિમંત્રી આર.સી. ફળદુ દ્વારા કરવામાં આવેલા પ્રજાલક્ષી કાર્યો તથા તેમની કામગીરી ઊડીને આંખે વળગે તેવી બની રહી છે. ભાજપના પાયાના કાર્યકર આર.સી. ફળદુ કે જેઓ સમાજસેવા સહિતનો બહોળો અનુભવ ધરાવે છે, તેઓ પાર્ટી યુવા બ્રિગેડ માટે પણ એક આદર્શ સમાન છે, તેમને સંબોધીને તાજેતરમાં કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં બદનામ કરવા વાહિયાત મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે.

સ્વચ્છ પ્રતિભા ધરાવતા કેબિનેટ મંત્રીની છબી બગાડવાની કોશિશ સમાન આ કૃત્ય કરનારા શખ્સોને પોલીસના સાયબર સેલ વિભાગ દ્વારા તપાસ કરી, તાકીદે પકડી પાડવા તથા આવા તત્વોને પદાર્થપાઠ ભણાવવાની માંગ અહીંના વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી પ્રતાપસિંહ સિદુભા જાડેજા દ્વારા કરવામાં આવી છે. હાલની મહામારીમાં લોકોપયોગી કાર્યો કરવા તથા સરકારને પડખે ઊભા રહી અને સહકાર આપવા બદલે ગંદુ રાજકારણ રમતા લોકોની આ પ્રવૃત્તિને નિંદનીય ગણાવાઈ છે. સાથે-સાથે સમગ્ર આ મામલે તટસ્થ અને ઝડપી પોલીસ તપાસની માંગ પણ પી.એસ. જાડેજા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular