Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાને કેબિનેટમાં સ્થાન મળતા મોટી સંખ્યામાં અગ્રણીઓ શપથવિધિમાં જોડાયા

ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાને કેબિનેટમાં સ્થાન મળતા મોટી સંખ્યામાં અગ્રણીઓ શપથવિધિમાં જોડાયા

- Advertisement -

ખંભાળિયા વિધાનસભાની રસાકસી ભરી ચૂંટણીમાં વટભેર વિજેતા બનેલા ભાજપનો ઉમેદવારએ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ઈશુદાન ગઢવી તથા પૂર્વ સાંસદ અને બે વખતના ધારાસભ્ય વિક્રમભાઈ માડમને હરાવીને વિજય મેળવતા ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં અહીંના ધારાસભ્યને કેબિનેટ વિભાગના વન પર્યાવરણ અને પ્રવાસન તેમજ કલાઈમેટ ચેન્જનો મહત્વનો વિભાગ સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખ છે અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા અગાઉ ચાર વખત વિજેતા બન્યા હતા. એટલું જ નહીં, આ જીત સાથે તેમને મંત્રી પદ પણ મળ્યું હતું. વર્ષ 1995માં પ્રથમ વખત ધારાસભ્ય બનતાની સાથે કેશુભાઈ પટેલની સરકારમાં નાયબ મંત્રી તરીકે સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી હતા. આ પછી તેઓ સતત ત્રણ વખત મંત્રી રહ્યા હતા.
વર્ષ 1998માં મહેસુલ અને સિંચાઈ, પ્રૌઢ શિક્ષણ તથા બિન પરંપરાગત ઊર્જાના મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારમાં પણ તેઓ શ્રમ અને રોજગાર તથા ખાણ ખનીજ વિભાગના સ્વતંત્રતા હવાલા સાથે મંત્રી પદ મેળવ્યું હતું. ત્યારે આ પાંચમી વખત પણ તેઓ ધારાસભ્ય સાથે મંત્રી બન્યા છે. એટલું જ નહીં, તેમને પ્રમોશન સાથે રાજ્ય કક્ષામાં કેબિનેટ મંત્રી બનાવાયા છે.

વર્ષ 2013માં જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો, ત્યારથી 2019 સુધી અહીં કોંગ્રેસનું શાસન હોય, ભાજપ સરકારના કોઈ મંત્રી ન હતા. ત્યારે આ ચૂંટણીમાં પ્રથમ વખત દ્વારકા જિલ્લાના ધારાસભ્ય મુળુભાઈ બેરા પ્રથમ કેબિનેટ મંત્રી બન્યા છે.

- Advertisement -

મુળુભાઈ બેરા વર્ષ 2012 અને 2014ની ચૂંટણીમાં લડ્યા હતા. પરંતુ તેઓ પરાજય પામ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022માં ચૂંટણી લડી અને પુન: સત્તા પર આવી અને પ્રધાન બન્યા છે. જો કે તેઓ અગાઉ બે વખત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે તેમજ અગાઉ જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે, ભાણવડ તાલુકા ભાજપ પ્રમુખ, ભાણવડ યાર્ડના પ્રમુખ તથા જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ગઈકાલ સોમવારે મુખ્યમંત્રી તેમજ કેબિનેટ મંત્રીઓની શપથવિધિમાં મુળુભાઈ બેરાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ખંભાળિયા તથા ભાણવડ સહિત સમગ્ર જિલ્લાના આશરે અઢીસોથી વધુ આગેવાનો કાર્યકરો ગાંધીનગર ખાતે શપથવિધિમાં જોડાયા હતા.

આ શપથવિધિ સમારોહમાં જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ, યુવરાજસિંહ, શૈલેષભાઈ, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, યોગેશભાઈ મોટાણી, ઇન્દ્રજીતસિંહ પરમાર, વનરાજસિંહ વાઢેર, રાજુભાઈ ભરવાડ, હાર્દિકભાઈ દતાણી, હસમુખભાઈ ધોળકિયા, ધીરુભાઈ ટાકોદરા, ભવ્ય ગોકાણી, મુકેશભાઈ કાનાણી મહેશભાઈ ધોરીયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular