Friday, November 22, 2024
Homeરાજ્યખંભાળિયા: વીજપોલ કામગીરીમાં અડચણરૂપ મહિલાઓ સહિત પાંચ સામે ગુનો

ખંભાળિયા: વીજપોલ કામગીરીમાં અડચણરૂપ મહિલાઓ સહિત પાંચ સામે ગુનો

વધુ વળતર મેળવવા કામગીરી અટકાવતાં નુકશાની

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામ તથા આસપાસના વિસ્તારોમાં 220 કેવી વીજલાઈન ઊભી કરવા માટે ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત આ પંથકમાં વીજ લાઈનના તાર તથા ટાવર અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની સીમમાંથી પસાર થતા વીજ લાઈન તથા ટાવર અંગેની કામગીરી કંપની દ્વારા હાથ ધરવામાં આવતા આ વિસ્તારના સર્વે નંબર 579 વાળા ખેતરમાંથી પસાર થતી આ વીજ લાઈન સંદર્ભે સ્થાનિક રહીશ જયદીપ ભરતભાઈ કછટીયા, હીરાબેન ભરતભાઈ કછટીયા, રતનબેન રામજીભાઈ કછટીયા, ભાવનાબેન હસમુખભાઈ કછટીયા અને પૂનમબેન ભરતભાઈ કછટીયા નામના પાંચ સ્થાનિક રહીશોએ ઉપરોક્ત કંપનીના કર્મચારીઓને તેમના ખેતરમાં વીજપોલ અંગેનું કામ કરતા અટકાવ્યા હતા.

સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ મુજબ કંપની ઉપરોક્ત આસામીઓને મળવાપાત્ર વળતર આપવા માટે તૈયાર હોવા છતાં પણ ઉપરોક્ત આસામીઓ દ્વારા આ વળતર ના સ્વીકારીને રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. કંપની કર્મચારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરમાં કામ કરવા જતા બળજબરીપૂર્વક વળતર મેળવવા માટે તેઓએ ત્યાં આવીને વીજ લાઈન અંગેનું કામ બંધ કરાવી દીધું હતું.

- Advertisement -

આ કામગીરીમાં રહેલા અને કંપનીમાં નોકરી કરતા કાનાભાઈ હમીરભાઈ મોઢવાડિયા તથા અન્ય સાહેદોને ઉપરોક્ત પરિવારજનોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આમ, વધુ વળતર મેળવવા માટે ચાર મહિલાઓ સહિત પાંચેય શખ્સો દ્વારા જિલ્લા કલેકટરના હુકમનો અનાદર કરી, છેલ્લા એકાદ માસથી કંપનીની કામગીરી અટકાવતા આના કારણે કંપનીના આશરે રૂ. 5,00,000 જેટલું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે કાનાભાઈ મોઢવાડિયાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 385, 188, 504, 506 (2) તથા ઇલેક્ટ્રીક સીટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular