Wednesday, April 1, 2026
Homeરાજ્યજામનગરજન્મથી દિવ્યાંગ અપરણિત પ્રૌઢે જાત જલાવી

જન્મથી દિવ્યાંગ અપરણિત પ્રૌઢે જાત જલાવી

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતાં જન્મથી જ દિવ્યાંગ અને પરણિત પ્રૌઢને કોઇ બાબતે ખોટું લાગી આવતાં મંગળવારે સાંજના સમયે શરીરે આગ લગાડી જાત જલાવ્યાના બનાવમાં મોત નિપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા જમનભાઇ ગાંડુભાઇ સોંડાગર (ઉ.વ.50) નામના પ્રૌઢ જન્મથી જ દિવ્યાંગ હતા. તેમના લગ્ન થયા ન હતાં. કડક સ્વભાવના પ્રૌઢને કોઇ બાબતનું ખોટું લાગી આવતાં મંગળવારે સાંજે ખંઢેરાથી વરૂડી ગામ જવાના જૂના રસ્તે દાવલશા પીરના રોઝાની સામે સરકારી ખરાબાની જગ્યામાં કોઇ જ્વલનશીલ પદાર્થ રેડી જાત જલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે નિખિલભાઇ સોંડાગર દ્વારા જાણ કરાતાં હે.કો. એન. કે. છૈયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular