રાજકોટમાં આજે મહાવીર જયંતીના પવિત્ર દિવસે પૂજય શાંતાબાઇ મ.સ. સવારના 09.31 કલાકે કાળધર્મ પામ્યા હતાં. મહાસતિજીના 67 વર્ષના દીક્ષાયી પર્યાય બાદ 97 વર્ષે કાળધર્મ પામતા આજે સાંજે 05.00 કલાકે પાલખી યાત્રા નીકળશે.

ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જરારાજજી મ. સા. ના આજ્ઞાનુવર્તી પૂ. સૂર્ય-વિજય મહાસતીજીના સુશિષ્યા શાંતમૂર્તિ પૂ. શાંતાબાઈ મ. સ. 95 વર્ષની વયે 67 વર્ષના દીક્ષા પર્યાય સહિત આજે તા. 31 ને મહાવીર જયંતીના સવારે 9:31 કલાકે પૂ. ભાનુબાઈ મ.સ. ના શ્રીમુખે અંતિમ આરાધના સહિત કાળધર્મ પામ્યા છે. આજે મંગળવારે સાંજે પ:00 કલાકે રાજકોટમાં જયજિનેન્દ્ર આરાધના ભવન, 36 જનકલ્યાણ સોસાયટી, મહાવીર ચોક ખાતેથી પાલખી યાત્રા નીકળશે. પૂજ્ય મહાસતીજી વેરાવળમાં માતા ફુલકુંવરબેન અને પિતા હંસરાજભાઈ શાહના ગૃહાંગણે જન્મેલા શાંતાબેને વિ.સં. 2015 વૈશાખ સુદ 3ના આચાર્ય પૂ. પુરુષોત્તમજી મ.સા. આજ્ઞાથી પૂ. સવિતાબાઈ મ.સ. ના હસ્તે દીક્ષા અંગીકાર કર્યો હતો. હરેશભાઈ વોરા, દિનેશભાઈ દોશી વગેરેએ વૈયાવચ્ચમાં સેવા બજાવી હતી.


