આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદીય વિસ્તાર અંતર્ગત 79 વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક, મંત્રોચાર સાથે જામનગર જામનગર દક્ષિણ વિધાનસભા 79 મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં 79, વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, 78 વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડવા માટે અપીલ કરી હતી તો આ તકે પૂનમબેન માડમે જણાવેલ કે, આ ચૂંટણી ભારત દેશને 2047 માં વિશ્ર્વગુરૂ બનાવવાની ચૂંટણી છે, આપણી ભાવિ પેઢીના ભવિષ્ય ને ઉજ્વળ બનાવવાની ચૂંટણી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં નેતૃત્વમાં ભારત દેશ વિશ્ર્વગુરૂ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગરથી જંગી બહુમતીથી એક કમળને દિલ્લી પહોંચાડવા અપીલ કરી હતી. શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા એ જણાવેલ કે ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહીના પર્વ માં મતદાન અવશ્ય કરવું જોઈએ અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ને, પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થઈ હતી જનમેદની જોતા, પૂનમબેન માડમની જંગી બહુમતીથી જીત નિશ્ર્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, 12 લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, 79 વિધાનસભા પ્રભારી હિરેન પારેખ, 78 વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, 78 વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટરઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.