જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ રાજેન્દ્ર બાલકૃષ્ણ ભોગાયતાએ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.
આ કેસ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો અને આરોપીને 12 માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ 27,3,644 નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે જામનગર જીલ્લાના પોલીસ વાળાને મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.