Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં નવોઢાની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરમાં નવોઢાની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

આઠ માસ પહેલાં જ લગ્ન થયા : મૃતદેહનો કબ્જો સંભાળી પોલીસ દ્વારા તપાસ : કાલાવમાં બીમારી સબબ વૃધ્ધનું મોત

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.12 માં રહેતી નવોઢાએ ગઈકાલે તેણીના ઘરે રૂમમાં અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડમાં રહેતાં વૃધ્ધને બીમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.12મા રહેતી દયાબેન સંજયભાઈ ચૌહાણ (ઉ.વ.20) નામની યુવતીના લગ્ન આઠ માસ પહેલાં જ સંજયભાઈ સાથે થયા હતાં. અને લગ્નજીવન દરમિયાન મંગળવારે સવારના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર રૂમના છતના પાઈપમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે રમેશભાઇ ચૌહાણ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડના કૈલાશનગર વિસ્તારમાં રહેતાં રાજુભાઈ ગાંડુભાઈ મકવાણા (ઉ.વ..60) નામના વૃધ્ધ એક વર્ષથી બીમાર રહેતાં હતાં. દરમિયાન મંગળવારે સવારના લોહીની ઉલટીઓ થતા તબિયત લથડતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર નિલેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી ડી ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular