Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ‘માતાજી રથના ઠેર - ઠેર વધામણા’

જામનગર શહેરમાં ‘માતાજી રથના ઠેર – ઠેર વધામણા’

- Advertisement -

જામનગર શહેરમાં શ્રી ખોડલધામ ‘કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ અંતર્ગત માઁ ખોડલ અને કેન્સર હોસ્પિટલની થીમ તૈયાર કરેલો રથ વોર્ડ નં.15 માંથી મહા આરતી કરાયા બાદ પ્રસ્થાન થઈને સમગ્ર વોર્ડમાં પરિભ્રમણ કરશે

- Advertisement -

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત ‘કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ અંતર્ગત જામનગર શહેરમાં વોર્ડ નં.15 માં શ્રી ખોડીયાર માતાજીની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે આ રથનો પ્રારંભ રણજીતસાગર રોડ પર આવેલ યુવા પાર્ક માં સોમનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી મેયર વિનોદ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા તેમજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયા અને ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા નાથાભાઈ મુંગરાસહિતના સર્વે સમાજના આગેવાનો ઉપસ્થિતિમાં મા ખોડલ નો રથ અને કેન્સર હોસ્પિટલના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જ્યારે શહેરના વોર્ડ નંબર 15 માં અલગ અલગ સોસાયટીમાં સર્વે સમાજના લોકો સૌ સાથે મળી માતાજીના આગમનના વધામણા કર્યા હતા . તેમજ આ શોભાયાત્રામાં બે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં એક મા ખોડલનો રથ અને બીજો કેન્સર હોસ્પિટલનો રથની થીમ દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યું છે.

- Advertisement -

જ્યારે માઁ ખોડલની શોભાયાત્રા આજરોજ રોજ વોર્ડ નંબર 15ના અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે અને વિસ્તારની સોસાયટીમાં લોકોમાં માતાજીના રથને વધામણા માટે અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. તેમજ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વોર્ડ નંબર 15 મા “માતાજીના ઠેર – ઠેર વધામણા” આવ્યા હતા તેમાં રણજીત સાગર રોડ પર આવેલ યુવા પાર્ક વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિરે થી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જેમાં અલગ અલગ વિસ્તારોમાં ફર્યો. જેમાં ગ્રીન સિટી,રાધે પાન – રઘુવીર પાર્ક સોસાયટી,અટલ ભવન – આવાસ,ગરબી ચોક – નીલકંઠ સોસાયટી, સરદાર ચોક – મયુર ટાઉનશીપ કોમન પ્લોટ – ખોડીયાર પાર્ક કોમન પ્લોટ – મયુર બાગ રાધે ચોક – પંચવટી સોસાયટી, આશીર્વાદ એવન્યુ – મેઈન ગેટ,આશીર્વાદ -2 મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર – શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક, તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે 7 વાગે પૂર્ણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular