જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં રહેતાં પ્રૌઢની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નવા મોખાણા ગામમાં રહેતાં હમીરભાઈ ડાયાભાઈ ધ્રુવ (ઉ.વ.56) નામના પ્રૌઢ ગત તા.26 ના રોજ બપોરના સમયે રણજીતસાગર બગીચા પાસે હતાં તે દરમિયાન તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.