જામજોધપુર તાલુકાના વનાણા ગામના વાડી વિસ્તારમાં ખેતી કામ કરતા સમયે તાવના કારણે બેશુદ્ધ થઈ જતાં આધેડને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતાં પોપટભાઈ રામાભાઈ વસરા (ઉ.વ.50) નામના આધેડ મંગળવારે સવારના સમયે તેના ખેતરમાં ખેતીકામ કરતા હતાં તે દરમિયાન તાવ ચડી જતાં બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ આધેડને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે લક્ષ્મીબેન પીંડરીયા દ્વારા જાણ કરવામાં આવતા હેકો ડી.બી. લાઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.