જામનગર શહેરના સાધના કોલોની પાસેના વિસ્તારમાં રહેતી મહિલા તેણીના ઘરે હતી તે દરમિયાન તેણીના જેઠે ઘરમાં આવી તારા લગ્ન પછી મારો ભાઈ મારા પર ધ્યાન આપતો નથી. તેમ કહી ઝઘડો કરી છરી બતાવી ધમકાવી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની નજીક સિધ્ધી વિનાયક પાર્કમાં રહેતા ભારતીબેન ચંદ્રકાંતભાઈ ખાખરીયા નામના મહિલા ગત તા.17 ના રોજ સવારના સમયે તેણીના ઘરે હતાં તે દરમિયાન જેઠ ભીખાલાલ ઉર્ફે ભરત બાબુભાઈ ખાખરીયા એ ઘરમાં આવીને ‘તારા લગ્ન પછી મારો ભાઈ મારા પર ધ્યાન આપતો નથી અને હું જેલમાં હતો તો મને છોડાવેલ પણ નથી તથા પિતા ગુજરી ગયા ત્યારે મને જાણ કેમ ન કરી હતી ?’ તેમ કહી ઝઘડો કરી છરી બતાવી પતાવી દેવની ધમકી આપી હતી.સાસુની હત્યામાં જેલમાંથી છૂટેલા જેઠ ભીખાલાલે ઘરમાં ઘુસીને મહિલાને ગાળાગાળી કરી ધમકાવી હતી. આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા હેકો પી ટી જાડેજા તથા સ્ટફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.