જોડિયા તાલુકાના રસનાળ ગામમાં રહેતી દિવ્યાંગ મહિલાએ તેણીના ઝુંપડા નજીક અગમ્ય કારણોસર ઝેરી દવ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાાન મોત નિપજ્યું હતું. ધ્રોલ ગામમાં કમળાની બીમારી અને તાવને કારણે તબિયત લથડતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જોડિયા તાલુકાના રસનાળ ગામમાં રહેતી જોષનાબેન દિનેશ ઉર્ફે અજમો ચારોલીયા (ઉ.વ.30) નામની મહિલા માનસિક બીમાર રહેતી હતી અને તેણીના પતિને અવાર-નવાર મરી જવાનું કહેતી હતી. તે દરમિયાન શુક્રવારે સાંજના સમયે તેણીના ઝુપડે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકન પતિ દિનેશ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના મોરારદાસ ખંભાલિડા ગામના વતની અને હલ ધ્રોલમાં આવેલ ગોકુલપાર્કમાં રહેતાં હરદેવસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.50) નામના પ્રૌઢને છેલ્લાં બે સપ્તાહથી કમળો થયો હતો અને જેના કારણે તાવ અને ચકકર આવતા હતાં તાવ અને ચકકરથી તબિયત લથડતા પ્રૌઢને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અશ્ર્વિનસિંહ દ્વરા જાણ કરાતા હેકો આર.કે. મકવાણા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.