ભારતમાં હિન્દુ ધર્મની વૈષ્ણવ પરંપરાના પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓ માટે પવિત્ર સ્થાન એટલે બેઠકજી. આખા ભારતમાં કુલ 84 બેઠકો છે. જેમાં જામનગરમાં કુલ 84 બેઠકો છે. જેમાં જામનગરમાં 56મી બેઠક આવેલી છે. જ્યાં મહાપ્રભુજીની આ બેઠક પર અન્નકુટ દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારે આ બેઠક ખાતે અન્નકુટ દર્શન યોજાયા હતાં. જામનગરમાં આવેલી 56મી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકુટ દર્શન યોજાયા હતાં. આ અન્નકૂટ દર્શનનો પ્રારંભ મોટી હવેલીના પુ.ગો. શ્રી રસાર્દ્રરાયજીએ આરતી કરીને કરાવ્યો હતો. અને આ અન્નકૂટ દર્શનનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં દર્શન કરીને લાભ લીધો હતો.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ દર્શન યોજાયા
મોટી હવેલીના પુ. ગો.શ્રી રસાદ્રરાયજીએ આરતી કરી દર્શનનો પ્રારંભ કરાવ્યો


