Monday, January 12, 2026
Homeરાજ્યહાલારટ્રેન હેઠળ કપાઈ જતાં મોવાણના આધેડનું મૃત્યુ

ટ્રેન હેઠળ કપાઈ જતાં મોવાણના આધેડનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા 50 વર્ષના એક ગઢવી આધેડ ગઈકાલે મંગળવારે ટ્રેન હેઠળ કપાય જતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા ગઢવી નુંઘાભાઈ માલદેભાઈ બુચડ (ઉ.વ. 37) એ કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગામે રહેતા આસપારભાઈ આશાભાઈ બુચડ (ઉ.વ. 50) ને આજથી આશરે 12 વર્ષ પહેલા રીક્ષા અકસ્માતમાં તેમનો ડાબો પગ સાથળ નીચેથી કપાઈ ગયો હતો. જેના કારણે તામસી સ્વભાવના બની ગયેલા આસપારભાઈ ગઢવી કંટાળી ગયા હતા. નાની-નાની વાતે ગુસ્સે થઈ જતા આસપારભાઈ ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા.

ત્યારબાદ ભાટિયા તરફ જતા રેલવે ટ્રેક ઉપર મેઘપર ટીટોડી ગામ નજીક પસાર થતી એક ટ્રેન હેઠળ તેઓ કોઈ કારણોસર અડફેટે ચડી જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે કલ્યાણપુર પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular