જામનગરની સાધના કોલોનીમાં જર્જરીત થઇ ગયેલા વધુ 12 બ્લોક તોડી પાડવાની કામગીરી જામનગર મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ અગાઉ 28 બ્લોક તોડી પાડવામાં આવ્યા છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત સાધના કોલોનીમાં બ્લોકસ ખૂબ જ જર્જરીત તેમજ રહેવા માટે ભયજનક બની ગયા હોય આવા બ્લોકસ ખાલી કરીને તેને તોડી પાડવાની કામગીરી જામનગર મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. અહીં સર્જાયેલી દુર્ઘટના બાદ જર્જરીત બ્લોક તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતગર્ત અત્યાર સુધી કુલ 28 બ્લોક તોડી પાડવામાં આવ્યા છે. જયારે અન્ય ભયજનક બ્લોકના રહેવાસીઓને તેમના મકાનો ખાલી કરી દેવાની તાકિદ કરવામાં આવ્યા બાદ ખાલી થયેલા બ્લોકસ ક્રમશ: તોડવામાં આવી રહયા છે. જે અંતર્ગત સાધના કોલોનીના વધુ 12 જેટલા બ્લોકસ ખાલી થઇ જતાં જામ્યુકોની એસ્ટેટ શાખા તેમજ અન્ય વિભાગોએ સાથે મળીને આજે સવારે ફરીથી જર્જરીત બ્લોકસ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.