જામનગરના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહની ગંગા વહી રહી છે. ત્યારે સમગ્ર જામનગરવાસીઓને ભાગવત કથાની આ ગંગામાં સ્નાન કરવાનો અવસર મળ્યો છે. ત્યારે ગઈકાલે જામનગરના આંગણે જીગ્નેશ દાદાની કથામાં રૂક્ષ્મણિ વિવાહનો પ્રસંગ ધામેધૂમે ઉજવાયો હતો. જેમાં જામનગરના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
છોટીકાશીના મધ્ય જામનગરના આંગણે સર્ત્ક ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજિત પુ.જીગ્નેશ દાદા (રાધે રાધે) ના મુખારવિંદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આ આયોજનમાં કથાના વિવિધ પ્રસંગો પોથીયાત્રા, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ બાદ ખૂબ જ ઉત્સાહ સાથે કૃષ્ણ રૂક્ષ્મણિ વિવાદનો પ્રસંગ યોજાયો હતો. મનુષ્યોને જીવનરૂપી દરિયાને પાર કરવાનું શ્રેષ્ઠ સાધન ભાગવત રૂપી કથા છે. ત્યારે કથાના દરેક પ્રસંગોને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યા હતાં. ત્યારે ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહના આ પ્રસંગને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ, ભાવ અને પવિત્રતા ભરી દીધી હતી. યજમાન પરિવારોને સાથે સાથે કથા શ્રવણ કરનારા શ્રોતાઓ પણ ભગવાનના વિવાદમાં તરબોળ થઈને ખૂબ રમ્યા હતાં.
આ પ્રસંગમાં કલેકટર બી.એ. શાહ, ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપા શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટુ, કોટક પરિવાર, ડીવાયએસપી સમીર શારડા, જોડિયા આયુર્વેદ હોસ્પિટલ આરએમઓ ડો. આનંદ જેસ્વાલ, બાલા હનુમાન મંદિરના પુજારી, ડો. અજય તન્ના સહિતના લોકોએ જીગ્નેશ દાદાના આશિર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજનના મુખ્ય દાતાઓ રમણિકલાલ વિઠ્ઠલદાસ રાજાણી પરિવાર, પ્રવિણભાઈ દત્તાણી પરિવાર, કનુભાઈ કોટક પરિવાર, હસમુખભાઈ કરશનભાઈ દત્તાણી પરિવાર, કલ્પેશભાઈ, બાલકૃષ્ણભાઈ હડિયેલ પરિવાર, કાલીદાસ વિઠ્ઠલદાસ સોનૈયા એજ્યુકેશન એન્ડ. ચેરી. ટ્રસ્ટ, ઉમંગભાઈ દિનેશભાઈ રાજાણી પરિવાર, ખોડીદાસભાઈ ધામેચા પરિવાર, ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર, અમૃતલાલ લક્ષ્મીદાસ કટારીયા પરિવાર, વસંતરાય નારણદાસ ચગ પરિવાર, ગોરધનદાસ ખેરાજ અમલાણી પરિવાર, મહેન્દ્રભાઇ પંચમતિયા પરિવાર તેમજ આ શ્રીમદ્ ભાગવત સપ્તાહને સફળ બનાવવા કથા એક્ઝયુટિવ કમિટીના અશોકભાઇ જોબનપુત્રા, ચેતનભાઇ માધવાણી, આશિષભાઇ ચગ, અક્ષિતભાઇ પોબારુ, કિરીટભાઇ સોલંકી, ડો. હિમાંશુભાઇ પેશાવરીયા, બાદલભાઇ રાજાણી, ભૂપેશભાઇ સોનૈયા, હિતેશભાઇ કારીયા, હિતેશભાઇ સખિયા, નિરજભાઇ દત્તાણી, ભાવેશભાઇ જાની, વિશાલભાઇ પંચમતિયા, રાજુભાઇ મારફતીયા, હેમલભાઇ વસંત, રણજીતભાઇ મારફતિયા, દિનેશભાઇ મારફતીયા, મિતેશભાઇ લાલ, મિહીરભાઇ કાનાણી, કલ્પેશભાઇ હડિયલ, મેહુલભાઇ જોબનપુત્રા, વિપુલભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, આનંદભાઇ રાયચુરા, મનોજભાઇ અમલાણી તથા નિશાંતભાઇ રાજાણી સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.