Friday, December 27, 2024
Homeરાજ્યહાલારનગડીયાના વૃદ્ધની વડીલો પાર્જીત કિંમતી જમીન કૌટુંબિકોએ પચાવી પાડી

નગડીયાના વૃદ્ધની વડીલો પાર્જીત કિંમતી જમીન કૌટુંબિકોએ પચાવી પાડી

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના મૂળ વતની અને હાલ પોરબંદર તાલુકાના બગવદર ખાતે રહેતા ભોજાભાઈ ઉર્ફે ભોજરાજ લાખાભાઈ ગોરાણીયા નામના 72 વર્ષના મેર વૃદ્ધની વડીલો પાર્જીત અને ભાઈઓ ભાગની કુલ 90 વીઘા પૈકી પોતાના ભાગમાં આવતી ખેતીની આશરે 13 વીઘા જેટલી જમીન તેઓ તેમના અન્ય પરિવારજનો સાથે અગાઉ લંડન ખાતે સ્થાયી થયા બાદ તેમના નાનાભાઈ ધનરાજભાઈ ગોરાણીયાને વાવવા તથા ખેડવા માટે આપી હતી.

- Advertisement -

ત્યાર બાદ વર્ષ 2007માં તેઓએ પોતાની જમીનની માંગણી કરતા ધનરાજભાઈના પરિવારજનોએ આ જમીન આપવાની ના કહી દીધી હતી. આજથી આશરે બે વર્ષ પૂર્વે ધનરાજભાઈનું અવસાન થયા બાદ પણ તેમના પત્ની ટમુબેન તથા બે પુત્ર રણજીત અને રાજુ દ્વારા આ જમીન પર અનઅધિકૃત રીતે કબજો જમાવી રાખી, મૂળ માલિકને તેમની જગ્યા જમીન પરત આપવામાં આવતી ન હતી. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાહેર થયું છે.

આમ, આ સમગ્ર પ્રકરણમાં ભોજાભાઈ ઉર્ફે ભોજરાજ લાખાભાઈ ગોરાણીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે તેમના નાનાભાઈના પત્ની ટમુબેન ધનરાજભાઈ ગોરાણીયા, રણજીત ધનરાજભાઈ ગોરાણીયા તથા રાજુ ધનરાજભાઈ ગોરાણીયા સામે તેમની આશરે રૂપિયા 40 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી ખેતીની જમીન પચાવી પાડવા સબબ આઈ.પી.સી. કલમ 504, 506 (2), 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular