Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ડો. વિજય સાતાની ગુજરાત ઓર્થો.એસો.ના પ્રમુખપદે સર્વાનુમતે વરણી

જામનગરના ડો. વિજય સાતાની ગુજરાત ઓર્થો.એસો.ના પ્રમુખપદે સર્વાનુમતે વરણી

- Advertisement -

ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના પ્રમુખપદે સૌરાષ્ટ્રના જાણિતા અને જામનગરની જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના વડા ડો.વિજય સાતાની સર્વાનુમતે વરણી થઇ છે. પ્રમુખ બનતાની સાથે જ ડો.સાતાએ વર્ષ દરમ્યાન થનારી સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર પણ જાહેર કર્યો છે.

- Advertisement -

ખાસ કરીને ઓર્થોપેડિક તબીબોના વિકાસ માટે ફેલોસીપ યોજનાની પણ તેમણે જાહેરાત કરી છે. ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની એક બેઠક તાજેતરમાં ભાવનગર મુકામે યોજાઇ હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની જાહેરત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના ઓર્થોપેડીક તબીબ ડો.વિજય રમેશચંદ્ર સાતાની સર્વાનુમતે વરણી થતાં ઉપસ્થિત તમામ સભ્યોએ તેમને વધાવી લીધા હતા. તેમની સેવાભાવ સાથેની કાર્યપધ્ધતિને લીધે તેમને આ પ્રતિષ્ઠિાભર્યા પદની જવાબદારી નિભાવવાની તક સાંપડી છે. આ પાછળ તેમની વર્ષોની સંનિષ્ઠ સેવાઓ, ઢગલાબંધ ઓપરેશનોની કુશળતા, લગભગ 200 થી પણ વધારે ઓર્થોપેડિક સર્જનોને પોતાના હાથ નીચે કુશળ, નિપુણ, નિષ્ણાંત બનાવી ગુજરાતમાં અલગ-અલગ ખૂણે જામનગરની પ્રતિષ્ઠિત એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલની પ્રખ્યાતિ પહોંચાડવાનો લગભગ 25 વર્ષનો આકરો પરિશ્રમ જવાબદાર છે.

પોતાના પ્રમુખ તરીકેના વકતવ્યમાં ડો.સાતાએ સમગ્ર વર્ષમાં કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપતા જણાવેલ કે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનના બધા પાંચ ઝોનમાં આ વર્ષ દરમ્યાન સતત ઓર્થોપેડીક વિજ્ઞાનને આગળ વધારવા માટે એકેડેમીક કાર્યક્રમો કરવામાં આવશે. જે માટે ખાસ સમર્પિત વિવિધઝોનના ખાસ પસંદ કરેલ 10 ઓર્થોપેડિક સર્જનની ટીમની પણ તેમણે ઘોષણા કરી હતી.

- Advertisement -

આ ઉપરાંત એકેડેમીક કાર્યની શુભ શરૂઆત રૂપે મહારાષ્ટ્ર ઓર્થોપેડીક એસોશિએશન દ્વારા મુંબઇ ખાતે યોજાનાર મહારાષ્ટ્ર ઓર્થોપેડિક એસોશિએશનની કોન્ફરન્સમાં સૌ પ્રથમ વખત ગુજરાત ઓર્થો.એસોશિએશનને ભાગીદાર રાજય તરીકે આમંત્રિત કરવામાં આવેલ છે. જેમાં પસંદ કરેલ ગુજરાત ઓર્થોપેડિક એસોશિએશનના મેમ્બર્સ પોતાનું શ્રેષ્ઠ કાર્ય મહારાષ્ટ્ર-મુંબઇના ઓર્થો. સર્જનને બતાવશે. આ માટે ખાસ બે કલાકના એક સેશનનું ડો.સાતા તથા સેક્રેટરી ડો.કેતન ઠક્કર દ્વારા આયોજન થઇ રહયું છે.

વર્ષાંતે ડો.સાતાના માર્ગદર્શનમાં વડોદરા ઓર્થો.સોસાયટી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએશનની વર્ષ 2025માં કોન્ફરન્સનનું પણ આયોજન કરવામાં આવશે, જયાં સમગ્ર વર્ષ દરમ્યાનની એકટીવીટીઝનો ભવ્ય સમાપન સમારોહ યોજાશે. સમગ્ર વર્ષ દરમ્યાન ડો.સાતાની પ્રેસીડેન્ટયલ થીમ ઇનોવેટ, કોરોબોરેટ, ઇન્સ્પાયર, ટ્રાન્સપાયર પર સમગ્ર ગુજરાત ઓર્થો.એસોશિએશન ધબકતું રહે તે માટે સેક્રેટરી ડો.કેતન ઠક્કર, ઇમીડીયેટ પાસ્ટ પ્રેસીડેન્ટ ડો.રાવ, પ્રેસીડેન્ટ ઇલેકટ ડો.દિનેશ ઠક્કર, ટ્રેઝરર ડો.કમલેશ દેવમુરારી, વેબ માસ્ટર સહિતના તમામ એકઝીકયુટીવ કમિટિ મેમ્બર્સ, એકેડેમીક કમિટિ મેમ્બર્સ, ફેમીલી ઇવેન્ટ કમિટિ મેમ્બર્સ, ઇ-જર્નલ એડીટર્સની મજબૂત ટીમ તથા સમગ્ર ગુજરાત ઓર્થો.એસોશિએશનના મેમ્બર્સ ઉત્સાહથી કાર્યરત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular