Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરપ્રૌઢાના મકાનમાં પાડોશી શખ્સે આગ લગાવી

પ્રૌઢાના મકાનમાં પાડોશી શખ્સે આગ લગાવી

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં પ્રૌઢાના પાડોશીએ અગાઉના ઝઘડાનો ખાર રાખી નીચેના રૂમમાં જ્વલનશીલ પ્રવાહી રેડી દિવાસળી ચાંપી ઘરવખરી સળગાવી નાખી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં બારોટ ફળીમાં રહેતાં જશુબેન મહેન્દ્રસિંહ ચાન્દ્રા નમાના પ્રૌઢાને તેની બાજુમાં રહેતાં કમલેશ મોહનદાસ નિમાવત સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો ખાર રાખી ગુરૂવારે વહેલીસવારના 4:30 ના અરસામાં કમલેશે પ્રૌઢા જ્યારે તેમના ઘરે ઉપરના માળે નિંદ્રાધિન હતાં ત્યારે નીચેના રુમમાં જઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી આગ લગાડી હતી. પાડોશી દ્વારા લગાડેલી આગમાં આશરે રૂા.15000 ની ઘરવખરી સળગીને રાખ થઈ ગઈ હતી આ બનાવ અંગે પ્રૌઢા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.એ. પીપરીયા તથા સ્ટાફે કમલેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular