કાલાવડ ગામમાં પંજેતનનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢ તેના ઘરે બાથરૂમ તરફ જતા હતા ત્યારે બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં પંજેતનનગર સિલ્વર સોસાયટીમાં રહેતં દાઉદભાઈ કાસમભાઈ મોવર (ઉ.વ.58) નામના પ્રૌઢ બુધવારે વહેલસવારના સમયે તેના ઘરે ચા પી ને બાથરૂમ તરફ જતા હતા ત્યારે એકાએક પડી બેશુધ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અજીમ તારીફ દ્વારા જાણ કરાતા હેકો વી. ડી. ઝાપડીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.