દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ધરમપુરમાં રહેતાં વૃદ્ધને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં કપટામોરા વિસ્તારમાં રહેતા અરજણભાઈ જેરામભાઈ કછટીયા નામના 75 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મૃતકના પુત્ર ગોપાલભાઈ કછટીયા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.