Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજિંદગી ટૂંકાવવા નિકળેલા ટ્રેન સામે ઉભા રહી ગયા....

જિંદગી ટૂંકાવવા નિકળેલા ટ્રેન સામે ઉભા રહી ગયા….

- Advertisement -

જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતાં અને એક વર્ષથી માનસિક બીમારી તથા બીપીની બીમારીની સારવાર ચાલુ છતાં તબિયતમાં સુધારો ન થતાં જિંદગીથી કંટાળીને વૃધ્ધા રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની સામે ઉભા રહી જતા ટ્રેનની ઠોકર લાગતા ઈજા પહોંચવાથી અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નવાનાગના ગામમાં રહેતા અને ઘરકામ કરતાં ગંગાબેન દેવજીભાઈ નકુમ (ઉ.વ.60) નામના વૃધ્ધાને છેલ્લાં એક વર્ષથી માનસિક તથા બીપીની બીમારી હોવાથી સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં કોઇ સુધારો થતો ન હતો. જેના કારણે બીમારીવસ જિંદગીથી કંટાળીને બુધવારની મધ્યરાત્રીના તેમના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતાં. દરમિયાન રાત્રીના 3 વાગ્યાના અરસામાં તેમની પુત્રી નિંદરમાંથી જાગી જતાં માતા ઘરમાં નજરે ન પડતા આજુબાજુમાં પૂછપરછ કરી હતી. પરંતુ બીમાર માતાનો કોઇ પતો લાગ્યો ન હતો.
દરમિયાન નવા નાગના ગામથી સેન્ચુરી કેમીકલ તરફના રસ્તે આવેલા રેલવે ટ્રેક પર મધ્યરાત્રીના સમયે જિંદગીથી કંટાળેલા ગંગાબેન ટ્રેનની સામે ઉભા રહી ગયા હતાં. જો કે, મધ્યરાત્રીના સમયે ધીમી ઝડપે આવી રહેલી ટ્રેનના ચાલકે મહદઅંશે કંટ્રોલ કરી લેતા વૃધ્ધાને માત્ર ઠોકર જ લાગી હતી. ત્યારબાદ ટ્રેનના ચાલક તથા સ્ટાફે ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને આ બનાવ અંગેની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. જેના આધારે હેડ કોન્સ્ટેબલ કે.કે.ગઢવી તથા સ્ટાફે બનાવની તપાસ શરૂ કરી હતી. દરમિયાન જી. જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધાનું ગુરૂવારના બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી સરોજબેન હડિયલના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular