Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચંગાના મહાજન પ્રૌઢની ત્રણ શખ્સોએ કરોડોની જમીન પચાવી પાડી

ચંગાના મહાજન પ્રૌઢની ત્રણ શખ્સોએ કરોડોની જમીન પચાવી પાડી

પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો : 48 વીઘા જમીન 30 વર્ષથી મજૂરી માટે આપી હતી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના ચંગા ગામના વતની અને હાલ મુંબઇમાં કાંદિવલી વિસ્તારમાં રહેતાં પ્રૌઢ મહાજને તેની ખેતીની જમીન 30 વર્ષથી મજૂરીથી વાવેતર કરવા આપી હતી. તે જમીન ત્રણ શખ્સોએ ગેરકાયદેસર કબ્જો સંભાળી પચાવી પાડતા પ્રૌઢ દ્વારા લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી આ બનાવની તપાસ હાથ ધરાઇ હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ચંગા ગામના વતની અને હાલ મુંબઇમાં કાંદિવલી વેસ્ટમાં રહેતાં અને વેપાર કરતા નિલેશભાઈ ભીમજીભાઇ ગોસરાણી શાહ નામના જૈન મહાજન પ્રૌઢની ચંગા ગામના જૂના સર્વે નંબર 207 પૈકી 4 નવા સર્વે નંબર 465 નું ક્ષેત્રફળ 3-01-27 હે.આરે.ચો.મી.તથા ચંગા ગામના જૂના સર્વે નંબર 207 પૈકી 1 નવા સર્વે નંબર 475 ની 1-84-44 હે.આરે.ચો.મી. તથા જૂના સર્વે નંબર 207 પૈકી 1 નવા સર્વે નંબર 476 નું ક્ષેત્રફળ 3-00-21 હે.આરે.ચો.મી.વાળી કુલ 48 વીઘા ખેતીની જમીન પ્રૌઢે 30 વર્ષથી સામત જીવા મેર અને કેશુ સામત મેર, ભીખા સામત મેરને મજુરીથી વાવેતર કરવા આપી હતી. આ જમીનમાં સામત મેર અને તેના બે પુત્રો સહિતના ત્રણેયએ રહેણાંક અને માલઢોર રાખી ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી.

પ્રૌઢે આ જમીનનો કબ્જો ખાલી કરવા માટે સામત મેરને કહયું હતું પરંતુ જમીન ખાલી કરી ન હતી. જેથી જમીન ખાલી કરાવવા માટે મહાજન પ્રૌઢે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીને લેખિતમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે કલેકટર દ્વારા પોલીસ અધિક્ષકને આદેશ કરાયો હતો. જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી.વાઘેલા તથા સ્ટાફે સામત જીવા મેર, કેશુ સામત મેર, ભીખા સામત મેર નામના ત્રણ શખ્સો વિરુધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular