જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમના વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે લોકોને કોઇને કોઇ રીતે સહાયરુપ થતાં રહ્યાં છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને અનુરુપ સ્વસ્થ અને ડિઝિટલ ભવિષ્યના નિર્માણ અર્થે જામનગર-દ્વરાકા અને મોરબી (આમરણ) જિલ્લામાં દરેક જિલ્લા પંચાયતોની સીટ દીઠ ત્રણ શાળાઓ પસંદ કરી કુલ 141 શાળાઓમાં વોટર કૂલર, વોટર પ્યોરીફાયર અને કોમ્પ્યુટર સિસ્ટમ સાધનો નોયડાની વિસ્ટા કોન્સોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા.લિ. દ્વારા સામાજિક ફરજના સીએસઆર એક્ટિવીટી અંતર્ગત સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો અને પ્રેરણાથી આ સાધનો આપવાનો નિર્ધાર થયેલ છે. જેના ભાગરુપે જામનગર અને મોરબી જિલ્લાની 75 શાળાઓ માટે પ્રથમ તબક્કામાં તા. 17-9-23ના રોજ જામનગર ખાતેથી અને તા. 7-3ના બીજા તબક્કાના કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની 66 શાળાઓમાં આવા સાધનોનો અર્પણવિધિનો કાર્યક્રમ ખંભાળિયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, પ્રમુખ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અગ્રણી પી.એસ. જાડેજા, મુનિષ શર્મા-ડાયરેકટર વિસ્ટા ઇલે. કંપની નોયડા, રચનાબેન મોટાણી-પ્રમુખ નગરપાલિકા ખંભાળિયા, રાણાભાઇ જમોડ-પ્રમુખ નગરપાલિકા રાવલ, રસિકભાઇ નકુમ-મહામંત્રી જિલ્લા ભાજપ, અનિલભાઇ ચાવડા-ઉપપ્રમુખ જિલ્લા પંચાયત, જીતેન્દ્રભાઇ કણઝારીયા-ચેરમેન કારોબારી સમિતિ અને દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્યો સંજયભાઇ નકુમ, રેખાબેન પ્રતાપભાઇ પીંડારીયા, જગાભાઇ ચાવડા તથા તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા-ખંભાળિયા, સુમાતભાઇ ચાવડા-કલ્યાણપુર, તાલુકા ભાજપ પ્રમુખ સી.એલ. ચાવડા-ખંભાળિયા, દેવાયતભાઇ ગોજીયા-કલ્યાણપુર, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ બુજડ, પ્રતાપભાઇ ચાવડા-ડાયરેકટર એપીએમસી તેમજ વિવિધ આગેવાનો હરીભાઇ નકુમ, જે.ડી. નકુમ, વિરપાલભાઇ ગઢવી, યોગેશભાઇ મોટાણી, ટપુભાઇ સોનગરા, હિતેશભાઇ પીંડારીયા, ભીખુભા જાડેજા, વેરશીભાઇ ગઢવી, ઘનશ્યામબાપુ, કિરીટભાઇ ખેતીયા, રામદેભાઇ કરમુર, શૈલેષભાઇ કણઝારીયા, ખીમભાઇ ભોચીયા, ભીખુભા ગોપાલજી, પરબતભાઇ વરુ, લખુભાઇ ગોજીયા, હમીરભાઇ છુછર, શંકરભાઇ ઠાકર, એલ.ડી. બોદર, ડો. હર્ષવર્ધન જાડેજા-જિલ્લા શિક્ષણાધિકારી અને મધુબેન ભટ્ટ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને વિવિધ સરપંચો તથા બહોળી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે બેસ્ટ ટિચર સ્ટેટ એવોર્ડી વાલીબેન વાઘેલા, વિમલભાઇ નકુમ અને નરેન્દ્રભાઇ ઘઉવા ખાસ ઉપસ્થિત રહેલ હતાં. જેઓને સાંસદ અને મહાનુભાવો દ્વારા શાલ અને પુષ્પગચ્છ વડે સન્માનીત કરાયા હતાં.