બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દશાબ્દિ પાટોત્સવ સમારોહ તા.04 ના અસંખ્ય ભકતોની આસ્થાનું શ્રધ્ધાનું ભક્તિનું સ્થાન એવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર – જામનગરનો દસમો પાટોત્સવ ઉજવાયો હતો.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સવારે 07:15 થી 09:30 દરમિયાન વૈદિક વિધિ અનુસાર પાટોત્સવ તેમજ અભિષેક વિધિ થઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત ભકતજનોએ અભિષેક વિધિનો લાભ લીધો હતો.
અન્નકુટ આરતી મહાપૂજા વિધિ વરિષ્ઠ સંતોને આશિર્વચન બાદ ઉપસ્થિત સાડા સાત હજાર ભકતોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.