જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા મહિલાએ તેણીના ઘરે ગોરણી પ્રસંગમાં આવેલી બે દીકરીઓને જાતિ વિષયક અપમાનિત કરતા બાળકીની માતા દ્વારા ત્રણ મહિલાઓ વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના વિભાપરમાં રહેતા પાયલબેન પટેલ નામના મહિલાના ઘરે ગોરણીના પ્રસંગમાં જમળવાર રાખ્યો હતો. આ જમળવારમાં તેના જ ગામમાં મહિલાની બન્ને દિકરીઓ આવી હતી. ત્યારે જમળવાર દરમ્યાન પાયલબેન તથા અન્ય બે મહિલાઓએ બન્ને બાળકીઓને તમારાથી નેવેધ અભળાય છે તેમ કહી અલગ જમવા બેસાડી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા અને ત્યારબાદ બાળકીઓની માતા તેણીના પતિ સાથે મહિલાને સમજાવવા આવી ત્યારે પણ આ દંપતિને મહિલાએ જાહેરમાં જાતિ વિષયક અપમાનિત કર્યા હતાં. ત્યારબાદ મહિલા દ્વારા જાણ કરાતા ડીવાયએસપી જે.એન.ઝાલા તથા સ્ટાફે પાયલબેન સહિતના ત્રણ મહિલાઓ વિરૂધ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.