Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકેરળનાં મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોને ઓક્સિજન આપવા કર્યો ઇન્કાર

કેરળનાં મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોને ઓક્સિજન આપવા કર્યો ઇન્કાર

- Advertisement -

કોરોનાવાયરસ સામે ઝઝુમી રહેલા કેરળમાં પણ ઓક્સિજનની અછત જોવા મળી છે. રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. આમાં તેમણે કહ્યું છે કે કેરળ વધુ ઓક્સિજન આપી શકશે નહીં. કારણ કે રાજ્ય પહેલેથી જ પોતાનો બફર સ્ટોક પડોશી રાજ્યોને આપી ચૂક્યું છે. હવે કેરળ પાસે ઓક્સિજનનો માત્ર 86 મેટ્રિક ટન બફર સ્ટોક છે. પત્રમાં મુખ્યમંત્રીએ લખ્યું છે કે 6 મેના રોજ કેન્દ્રીય સમિતિના નિર્ણય મુજબ, તામિલનાડુને 10 મે સુધીમાં 40 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવશે.

- Advertisement -

આ પછી, રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા બીજા રાજ્યમાં ઓક્સિજન સપ્લાય કરવું અશક્ય હશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે કેરળમાં હાલ કોરોના સંક્રમણનાં 4,02,640 એક્ટિવ કેસ છે. આશંકા છે કે 15 મે સુધીમાં આ કેસ 6 લાખ થઈ જશે. કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, 15 મે સુધીમાં, રાજ્યને 450 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને જણાવ્યું કે, કેરળમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોવિડ -19 રસીકરણને પ્રાથમિક્તા આપવામાં આવશે અને આ અભિયાન દરમિયાન ગંભીર બીમારીથી પીડાતા લોકોને અગ્રતા મળશે.વિજયને કહ્યું, “રાજ્યને આ મહિનામાં કોવિડ -19 વિરોધી રસીનાં ડોઝનો થોડો ભાગ મળશે.” તેથી, 18 થી 45 વર્ષના લોકોને પ્રાથમિક્તા આપવામાં આવશે.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular