Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપા દ્વારા કારગીલ ‘વિજય દિવસ’ની ઉજવણી - VIDEO

જામનગર શહેર ભાજપા દ્વારા કારગીલ ‘વિજય દિવસ’ની ઉજવણી – VIDEO

મશાલ રેલી, દિપ પ્રાગટય અને પુષ્પાંજલિ અર્પણ: શ્યામકૃષ્ણ વર્માજીની પ્રતિમા પાસેથી મશાલી રેલીનું પ્રારંભ: 25 કલાક સુધી અખંડ દિપ પ્રજ્વલિત રહેશે

- Advertisement -

જામનગર શહેરમાં કારગીલ વિજય વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા મશાલ રેલી, દિપ પ્રાગટય અને પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

25 જુલાઈના દિવસે કારગીલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતા આ વિજય દિવસની ઉજવણી અંતર્ગત જામનગર શહેર ભાજપા દ્વારા ગુરૂવારે સાંજે જામનગરમાં શ્યામકૃષ્ણ વર્માની પ્રતિમા ખાતેથી મશાલ રેલી યોજવામાં આવી હતી. આ મશાલ રેલી લાખોટા લેક ગેઇટ નંબર 1 પાસે આવેલા શહીદ સ્મારકે દિપ પ્રાગટય અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ દિપ પ્રાગટય કરેલ દિપ 25 કલાક સુધી પ્રજ્વલિત રહેશે. શહેર ભાજપા દ્વારા યોજાયેલા કારગીલ વિજય દિવસની ઉજવણી ભારતીય જનતા યુવા મોરચો – જામનગર સાથે યોજાયેલા કાર્યક્રમમાં જામનગર મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતન નાખવા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, અરવિંદ સભાયા, ડિમ્પલબેન રાવલ, ધીરેન મોનાણી તથા ભાજપા અગ્રણી પી ડી રાયજાદા અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના કોર્પોરેટરો, હોદેદારો તથા કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular