સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પુત્ર પોતાની માતાને ઢસડીને સાવરણી વડે માર મારી રહ્યો છે. આ વિડીઓ મોરબીના કાંતિપુર ગામનો હોવાનું સામે આવ્યું છે. વિડીઓ વાયરલ થતાની સાથે જ પોલીસ દ્રારા તપાસ શરુ કરવામાં આવી છે.
કાંતિપુર ગામમાં વૃદ્ધ માતાને દીકરો માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેમા રંભાબેન પરમાર નામની વૃદ્ધ માતાને તેમનો મોટો દીકરો મનસુખ પરમારે સાવરણીથી માર માર્યો હતો. થોડા દિવસો પહેલા રંભાબેન નાના દીકરાના ઘરે ગયા હતા. તેથી આ કારણે મોટો દીકરો ગુસ્સે થયો હતો અને મોટા દીકરાએ આવીને તેમને માર માર્યો હતો.
ગામના સરપંચ ઈશ્વરભાઈએ વિડીઓ અંગેની પુષ્ટિ કરી છે. અને આ વીડિયો આશરે 20 દિવસ પહેલાનો છે.મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરાએ આ અંગે જણાવ્યું છે કે, આ બનાવમાં કોઇ ફરિયાદ કરવા ઇચ્છસે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.