Thursday, March 12, 2026
Homeરાજ્યજામનગરકાલાવડનો ડબલ મર્ડરનો આરોપી 19 વર્ષે ઝડપાયો

કાલાવડનો ડબલ મર્ડરનો આરોપી 19 વર્ષે ઝડપાયો

હરિયાણામાંથી એલસીબીએ પકડી પાડયો : બોલાચાલી થયા બાદ હત્યા કરી લાશને ખાડામાં દાટી દીધી : 2007માં કાલાવડના મોટા વડાળામાં બનેલો ડબલ મર્ડરનો ચકચારી બનાવ

કાલાવડ જિલ્લાના મોટા વડાળા ગામની સીમમાં સને 2007માં થયેલી બેવડી હત્યામાં પોલીસને હાથતાળી આપી 19 વર્ષથી નાસતો ફરતો આરોપી એલસીબીના હાથે હરિયાણામાંથી ઝડપાયો હતો.

- Advertisement -

આ અંગેની વધુ વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં સને 2007માં થયેલી બેવડી હત્યાનો આરોપી જમશેદ દિનમહમદ મેવ (ઉ.વ.51, ધંધો : ડ્રાઇવિંગ, રહે. ગામ નાઇગામ, તા. પુના, જિ. મેવાત, હરિયાણા રાજ્ય) પોલીસને હાથતાળી આપી સતત નાસતો ફરતો હતો. દરમ્યાન રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના મુજબ જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ એલસીબીએ આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સની મદદથી આરોપી જમશેદ મેવનું લોકેશન ટ્રેક કરી હરિયાણાના ગુરૂગ્રામના ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રોલ રોડ પાસેથી ઝડપી લીધો હતો. વધુ કાર્યવાહી માટે એલસીબીએ જમશેદને કાલાવડ (શહેર) પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular