જામનગરના સિનિયર અને પીઢ પત્રકાર દિનેશભાઈ વોરા કે જેમણે નીડર અને નિષ્ઠાભર્યું પત્રકારત્વ કરી, પત્રકાર જગતમાં અદકેરું સ્થાન મેળવવા સાથે પત્રકારત્વને પણ એક ખાસ દિશા આપી હતી, તેમના નિધનથી પત્રકાર આલમને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમના પરિવારજનોને પ્રભુ આ આઘાત સહન કરવાની શક્તિ આપે સાથે સાથે દિવંગતના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના સાથે ખંભાળિયા સિનિયર પત્રકાર રમણીકભાઈ રાડિયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલ સમજાણી, હાર્દિક મોટાણી, મિલન કોટેચા વિગેરેએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.