જામનગરના પત્રકારને કેટલાંક શખ્સો દ્વારા મારી નાખવાની ધમકી અપાતાં પત્રકારોમાં રોષની લાગણી છવાઇ છે. આ અંગે જામનગર પત્રકાર મંડળના હોદ્ેદારો દ્વારા પણ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા પોલીસ વડા દ્વારા આરપીઓ સામે પગલાં લેવાની ખાતરી પણ આપી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના સાધના કોલીની વિસ્તારમાં રહેતાં પત્રકાર મુકુંદરાય બદિયાણી દ્વારા જિલ્લા પોલીસ વડા કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, બુધવારે રાત્રીના સમયે પંપહાઉસ સામે જકાતનાકા પાસેથી તેઅ પોતાની કાર લઇને ઘર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે ક્રેટા જેવી કારવાળાએ તેની ગાડીનો પીછો કર્યો હતો. આ દરમિયાન તેઓ પોતાના ઘર પાસે પહોંચતાં પાછળ આવેલ ચાર શખ્સો મોટરકારમાંથી નીચે ઉતરી મારા ફોટા કેમ પાડેલ છે ? તેમ કહી ધમકાવવા લાગ્યા હતાં અને મોબાઇલ આંચકી લીધો હતો.
આ દરમિયાન અરજદારે હું તમને ઓળખતો નથી, ફોટા પાડયા નથી તેમ કહેતા. આરોપીઓ ઉશ્કેરાઇ જતાં બેફામ અપશબ્દો બોલતા. પત્રકાર કે પોલીસથી બીતા નથી. તેમ જણાવી હાડકા ભાંગી નાખવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાધના કોલોની, રણજીતસાગર રોડ ઉપર અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારના લોકોને કનડગત કરવામાં આવે છે. તેમજ વાહનોમાં સ્ટંટ કરવામાં આવે છે. આથી આ અંગે તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. અરજદાર મુકુંદરાય બદિયાણીની સાથે મંડળના પ્રમુખ ગિરીશભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલ કારસરીયા, મંત્રી જગત રાવલ, સહમંત્રી સૂચિત બારડ, ખજાનચી દિપક લાંબા સહિતના હોદ્ેદારોએ આ મુદ્ે રૂબરૂ રજૂઆત કરી હતી અને એસ.પી.એ આ અંગે પગલાં લેવા ખાતરી આપી હતી.


