Thursday, November 7, 2024
Homeરાજ્યજામનગરઅખબારી આલમ, સહકારી ક્ષેત્ર, બેકીંગ ક્ષેત્ર સફળતાના સુત્રધાર: કિરણભાઈ માધવાણી

અખબારી આલમ, સહકારી ક્ષેત્ર, બેકીંગ ક્ષેત્ર સફળતાના સુત્રધાર: કિરણભાઈ માધવાણી

- Advertisement -

જામનગરના દૈનિક ‘નોબત’ પરિવારના વડીલ તેમજ જામનગરની અગ્રીમસહકારી બેંક નવાનગર કો.ઓ. બેંકના પૂર્વ ચેરમેન અને જામનગર લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીએ જીવપર્યતકાર્યરત રહી આ તમામક્ષેત્રોમાં સફળતાના સુત્રધાર તરીકે મહત્વનું યોગદાન આપ્યું હતું.

- Advertisement -

‘નોબત’ના પ્રારંભકાળથી અત્યાર સુધીના છેલ્લા પચ્ચાસ કરતાં વધુ વર્ષોથી તેઓ અખબારી આલમમાં સતત પ્રવૃત્તિશીલ રહ્યા હતાં. પિતા રતિલાલભાઈના અનુશાસનમાં સતત કામ, સખ્ત મહેનત અને ક્યાંય પાછીપાની નહી કરવી, સત્યની પડખે રહેવું, નિડર રહેવું જેવા સંસ્કારોને છેક સુધી અંગિકાર કરી જાળવ્યા હતાં.

કિરણભાઈ માધવાણી એટલે સ્પષ્ટ વકતા હતાં. 1988માં નવાનગર કો.ઓ. બેંકમાં સામા પ્રવાહ જેવી બોર્ડ ઓફ ડાયરેકટરની ચૂંટણીમાં ચૂંટાયા હતાં. ત્યારથી ર0ર3 સુધી 3પ વર્ષ સુધી બેંકના ડાયરેકટર પદે રહ્યા હતાં.

- Advertisement -

આ સમયગાળામાં સૌથી મોટું પરિવર્તન 2008માં આવ્યું અને ર008 થી ર0ર3 સુધીના 1પ વર્ષના સમય ગાળા સુધી સતત ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર પદે સેવારત રહ્યા. નવાનગર કો.ઓ. બેંકની પ્રગતિ અને સિધ્ધિઓમાં કિરણભાઈ માધવાણી અને રમણિકભાઈ શાહ (આર. કે. શાહ)ની જોડીનું સૌથી વિશેષ યોગદાન રહ્યું છે. નવાનગર બેંકને એક કરોડોના નફાથી લઈને ર0ર3માં ર3 કરોડના નફા સુધીની અપ્રતિમસફળતા મેળવવામાં કિરણભાઈ માધવાણીની જહેમત મહદઅંશે કારણભૂત રહી હતી. આજે બેંકના એક લાખ જેટલા ગ્રાહકો અને સાડા આઠ હજાર સભાસદો સાથે નવાનગર બેંકે વિશ્વનીયતા મેળવી સમગ્ર જિલ્લામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કિરણભાઈ માધવાણીના કાર્યકાળમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બેંકની દસ બ્રાન્ચો કાર્યરત થઈ, છેલ્લા પાંચ વર્ષથી બેંક સમયની માંગ પ્રમાણે સંપૂર્ણપણે ડીજીટલાઈઝેશન થઈ છે. બેંકમાં બરાબર બપોરે સાડા ત્રણના ટકોરે કિરણભાઈની એન્ટ્રી થઈ જ ગઈ હોય, પગની તકલીફ હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ટેકો લઈને પણ આ ક્રમ તેમણે જાળવી રાખ્યો હતો.

- Advertisement -

જામનગરમાં લોહાણા મહાજનમાં તેઓ ઉપપ્રમુખ પદે રહ્યા અને જામનગરમાં લોહાણા જ્ઞાતિના સંગઠનને વધુ સુદ્રઢ કરવા વર્ષ દરમ્યાન જલારામજયંતિ જેવા ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવાતા રહ્યાં. વ્યક્તિગત રીતે માનવ સેવામાં પણ ખડેપગે રહ્યા હતાં. તેમના યુવાનીકાળમાં જ તેમના અંગત મિત્રો અને પરિવારના જણાવ્યા પ્રમાણે કિરણભાઈએ 100 થી વધુ વખત રક્તદાન કર્યું હતું. કિરણભાઈ માધવાણીની વિદાયથી બેકીંગ ક્ષેત્રે એક વિચક્ષણ કુશળ વહીવટ કર્તા અને સફળયાત્રી ગુમાવ્યા છે તો રઘુવંશી સમાજે જ્ઞાતિના ઉત્કર્ષ માટે સહયોગી બનનારા એક આત્મીય વરિષ્ઠ જ્ઞાતિજન ગુમાવ્યા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular