Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારજોડિયા હુન્નરશાળા કન્યા વિદ્યાલયનું બોર્ડની પરીક્ષાઓનું ઝળહળતું પરિણામ

જોડિયા હુન્નરશાળા કન્યા વિદ્યાલયનું બોર્ડની પરીક્ષાઓનું ઝળહળતું પરિણામ

- Advertisement -

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2023માં લેવાયેલી એસ.એસ.સી. (ધો. 10)ની પરીક્ષામાં જોડિયાની જાણીતી સેવાભાવી સામાજિક મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત યુ.પી. વ્યાસ ક્ધયા વિદ્યાલયની રેગ્યૂલર 63 વિદ્યાર્થીનીઓએ જોડિયા કેન્દ્રથી પરીક્ષા આપી તે પૈકી 54 કન્યાઓ ઉતિર્ણ થઇ છે.

- Advertisement -

જોડિયાની જાણીતી શાળાનું માર્ચ 2023માં લેવાયેલ ધો. 10ની પરીક્ષાનું 85.71 ટકા જેટલું પરિણામ આવ્યું છે. તેવી જ રીતે ધો. 12ની પરીક્ષામાં 69.84 ટકા પરિણામ આવ્યું છે.

વાલીવૃન્દ, સંચાલક મંડળ તથા ટ્રસ્ટીઓએ શાળાના આચાર્ય, સર્વે શિક્ષણગણ તેમજ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ ઉતિર્ણ થયેલ ક્ધયાઓને તેમજ ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
ધો. 10ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં શાળાના વિદ્યાર્થીની બગડા પૂજા સામતભાઇ પ્રથમ (96.22 પીઆર), માતંગ હેમાંગી જીવરાજ દ્વિતિય (87.84 પી.આર) તથા જેઠવા ગાયત્રી હિતેશભાઇ તૃતિય (83.67 પીઆર) ક્રમે આવ્યા છે.
ધો. 12ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં શાળાના વિદ્યાર્થીની થૈયમ મુસ્કાન સાજીદભાઇ પ્રથમ (93.55 પીઆર), નોયડા દિલશાદ ઇમરાનભાઇ દ્વિતિય (92.12 પીઆર) તથા ગોધમ દિપાલી પ્રવિણભાઇ તૃતિય (86.98 પીઆર) ક્રમે આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular